અક્ષર પટેલની ફિયાન્સીનો હટકે લૂક અક્ષર પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આજે આ જિંદગીની એક નવી શરૂઆત છે, આજથી હમેશા એક સાથે. તમને હંમેશા માટે પ્રેમ. અક્ષર પટેલની ફિયાન્સીનું નામ મેહા છે અને તે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. મેહાએ પોતાના હાથ પર અક્ષર પટેલના નામનું ટૈટૂ બનાવ્યું છે. મેહાને ટ્રાવેલિંગનો શોખ છે. તેના આ શોખની જાણકારી તેના ઇન્સ્ટા પ્રોફાઇલ પરથી ખ્યાલ આવે છે. મેહાની સગાઇ અગાઉની એક પોસ્ટમાં તેના મિત્રો સાથે અક્ષર પટેલ પણ જોવા મળ્યો હતો. મેહાની ઇન્સ્ટા સ્ટોરી પર તેના ગોવા, સ્કોટલેન્ટ અને દુબઇ પ્રવાસના ફોટો છે.