શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ રહે છે. શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિએ કોઈપણ જોખમી કામ કરવાથી બચવું જોઈએ. ઘર અથવા કાર્યસ્થળ પર કોઈની સાથે કોઈ કારણ વગર દલીલ કરવાનું ટાળવું જોઈએ. વાહન ચલાવતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ. જે લોકો પર શનિ સાડાસાતીમાં હોય તે લોકોએ રાત્રે એકલા પ્રવાસ ન કરવો જોઈએ. શનિવાર અને મંગળવારે કાળા કપડાં કે ચામડાની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે