આસો નવરાત્રિનો પ્રારંભ આવતી કાલ એટલે કે 3 ઓક્ટોબર ગુરૂવારથી થઇ રહ્યો છે.



આ વખતે ઘટસ્થાપન માટે બે ખૂબ જ શુભ મુહૂર્ત રચાઈ રહ્યાં છે.



કળશ સ્થાપના માટે સવારનો શુભ સમય સવારે 6:15 થી 7:22 સુધીનો છે. જેથી આપને સવારે ઘટ સ્થાપના માટે 1 કલાક 6 મિનિટનો સમય મળશે.



આ ઉપરાંત બપોરના સમયે અભિજીત મુહૂર્તમાં પણ કળશ સ્થાપના કરી શકો છે. અભિજીત મુહૂર્ત શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.



સ્નાન કર્યાં બાદ પૂજા વિધિ શરૂ કરો.પૂજા સમયે લાલ વસ્ત્રો પહેરો.



સૌ પ્રથમ દીપક પ્રગટાવો અને ગણેશ અને મા દુર્ગાનું આહવાન કરો



આસન બિછાવો તેના પર ગણેશજી અને મા દુર્ગાની તસવીર અથવા મૂર્તિની સ્થાપના કરો.



બાદ કળશ સ્થાપના માટે તાંબાના કળશમાં જળ ભરો તેમાં સોપારી સિક્કો નાખો.કળશને ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવું શુભ માનવામાં આવે છે.



કળશના મુખ પર નાડાછડી બાંધો. તેમાં કુમકુમ ચોખા પધરાવો, ઉપર નારિયેળ નાડાછડી બાંધીને મૂકો



આપ ઇચ્છો તો તેમા લાલ ચુંદડીપણ બાંધી શકો છો. તેના આંબાના પાંચ પાન પર તેને કળશ પર રાખો અને તેના પર આ નારિયેળ મૂકો.



હવે મા દુર્ગા, ગણેશ અને કળશનું ચંદન ધૂપ દીપ આપીને પુષ્પ અર્પણ કરીને ષોડસોપચારે પૂજા કરો. બાદ થાળ ધરાવો અને આરતી કરો.



નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટેનો શુભ સમય સવારે 06.15 થી 07.22 સુધીનો છે.



આસો નવરાત્રિમાં મહાષ્ટમી અને દુર્ગાનવમીના દિવસો સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે. આ વખતે નવરાત્રિમાં અષ્ટમી 11મી ઓક્ટોબરે છે અને મહાનવમી 12મી ઓક્ટોબર 2024ના રોજ છે.