2024માં આઈપીએલની હરાજી માટે માત્ર થોડા જ દિવસો બાકી છે તમામ ટીમોને 27મી નવેમ્બર સુધી ખેલાડીઓને જાળવી રાખવાની તક મળી છે. 19 ડિસેમ્બરે દુબઈમાં ખેલાડીઓ માટે બિડિંગ યોજાશે જેમાં ઈંગ્લેન્ડનો દિગ્ગજ ખેલાડી બેન સ્ટોક્સ પણ સામેલ છે. સ્ટોક્સ CSK ટીમનો ભાગ છે Cricbuzz અનુસાર, CSK સ્ટોક્સ અંગે કોઈ જોખમ લઈ શકે નહીં. CSKએ સ્ટોક્સને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો CSK સાથે સંકળાયેલા એક અધિકારીનું કહેવું છે કે જો સ્ટોક્સ આખી સિઝન માટે ઉપલબ્ધ હશે તો અમે તેને રિલીઝ કરવાનું વિચારીશું નહીં. બેન સ્ટોક્સ IPLમાં CSK માટે માત્ર 3 મેચ રમ્યો હતો. બેન સ્ટોક્સ IPLમાં CSK માટે માત્ર 3 મેચ રમ્યો હતો.