ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આજે 35 વર્ષનો થઈ ગયો છે.

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં થયો હતો

કોહલીના રેકોર્ડ પર નજર કરીએ તો કોઈ પણ ખેલાડી માટે તેને તોડવો આસાન નહીં હોય.

વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી બીજા નંબર પર છે. તેણે 78 સદી ફટકારી છે.

. કોહલીએ વનડે ફોર્મેટમાં 48 સદી ફટકારી છે. જ્યારે સચિને 49 સદી ફટકારી છે.

કોહલી સદી ફટકારતાની સાથે જ વનડેમાં સચિનની બરાબરી કરી લેશે.

અત્યાર સુધી કોહલીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં 136 અડધી સદી ફટકારી છે.

વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો તેમાં કોહલી ચોથા સ્થાને છે.

તેણે 514 મેચમાં 26209 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 254 રન અણનમ રહ્યો છે.

આ યાદીમાં સચિન પણ નંબર વન પર છે. તેણે 34357 રન બનાવ્યા છે. કુમાર સંગાકારા 28016 રન સાથે બીજા સ્થાને છે.

Thanks for Reading. UP NEXT

વર્લ્ડકપમાં સૌથી ઓછી ઈનિંગમાં 1000 રન પૂરા કરનારા બેટ્સમેનો

View next story