પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચુક્યો છે. પિતૃ પક્ષોમાં પિતૃઓને યાદ કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં ભૂલો ન કરવી જોઈએ, નહીંતર પિતૃ નારાજ થઈ શકે છે. તેથી પિતૃ પક્ષમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. પિતૃ પક્ષ દરમિયાન ક્યારેય કોઈ પ્રકારનો નશો ન કરવો જોઈએ. પિતૃ પક્ષમાં ક્રોધ અને અહંકારથી દૂર રહો. બીજાની નિંદા પણ ન કરો. પિતૃઓના કાર્યોને યાદ કરો. સંતાનને પિતૃઓ અંગે જણાવો. ઘરને શુદ્ધ રાખો. પશુ-પંખીની માટે દાણા-પાણીની વ્યવસ્થા કરો. પિતૃ પક્ષમાં જરૂરિયાતમંદ લોકોને દાન કરો. પિતૃ પક્ષમાં રાહુ, કેતુ અને શનિ દેવની પૂજા જરૂર કરો. આ ગ્રહોનો સંબંધ પૂર્વજન્મમાં કર્મ, પિતૃ, મોક્ષ વગરે સાથે છે. તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.