સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાથી સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે સમલૈંગિકતા ભારતમાં ઘણા સમયથી ગુનાની શ્રેણીમાં છે 1987માં ભારતમાં પ્રથમ વખત સમલૈંગિક લગ્ન સામે આવ્યા હતા મધ્ય પ્રદેશની બે મહિલા પોલીસકર્મી ઉર્મિલા શ્રીવાસ્તવ અને લીલા નામદેવ સજાતિય લગ્ન કર્યા હતા ગાંધર્વ રીત રિવાજ પ્રમાણે ઉર્મિલા અને લીલાના લગ્ન થયા હતા જે બાદ તેમના સુપરવાઇઝિંગ ઓફિસરે બંને મહિલાઓને સેવામાંથી સસ્પેન્ડ કરી દીધા હતા આ જોડીની બહાદુરીથી પ્રેરિત થઈને LGBTQIA+ આંદોલન શરૂ થયું હતું સમાજે બંને પોલીસકર્મીઓના લગ્નની ટિકા કરી હતી LGBTQIA+ સમુદાયે આ લગ્નનું સમર્થન કર્યુ હતું અખબારોમાં આ વિવાહની લેસ્બિયન કોપ્સ નામથી ચર્ચા થઈ હતી