ચંદ્રયાન-3 બાદ ઈસરોના ચીફ એસ સોમનાથ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તેમનું પૂરું નામ શ્રીધર પણિક્કર સોમનાથ છે જાન્યુઆરી 2022માં તેમને ઈસરોના અધ્યક્ષ બનાવવામાં આવ્યા તેમણે પ્રારંભિક અભ્યાસ સ્થાનિક સ્તરે જ કર્યો છે કેરળની એક કોલેજથી સોમનાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે ટીકેએમ કોલેજ ઓફ એન્જિનિયરિંગથી મેકિનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે જે બાદ તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયંસ બેંગલુરુથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ અહીંયાથી તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી જેમાં તેમણે ગોલ્ડ મેડલ પણ હાંસલ કર્યો હતો એસ સોમનાથે ભારતના અનેક સ્પેસ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે