સંતરા ભોજનના એક કલાક પહેલા ખાવાથી ભૂખ ઊઘડે છે અને ભોજનના એક કલાક પછી ખાવાથી પાચનક્રિયાને મદદ મળે છે.

મોસંબીનું સેવન બપોરના સમયે કરવું. તડકામાં જવાના થોડા સમય પહેલા અથવા તો તડકામાંથી આવ્યા પછી મોસંબીનો જ્યુસ પીવો લાભદાયક નીવડે છે

દ્રાક્ષનું સેવન અને ભોજન વચ્ચે થોડા સમયનું અંતર હોવું જરૂરી છે.

નારિયેળ પાણી ગમે ત્યારે પી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી નાળિયેર પાણી ખાલી પેટે પીવું નહીં.

કેરીની તાસીર ગરમ હોય છે, કેરીને કાપીને ખાવી જોઇએ.



સવારના નાસ્તામાં અથવા નાસ્તાના એક કલાક પછી સફરજન ખાવું ફાયદાકારક છે.

સફરજન કદી ખાલી પેેટે ખાવું ન જોઇએ.



સફરજનનું સેવન રાતના કરવાથી પાચન થતું નથી. તેથી શક્ય હોય તો સફરજન રાતના ખાવું નહીં.