નિષ્ણાતો કહે છે કે કેટલીક ચા મેટાબોલિક રેટ વધારવામાં મદદ કરે છે.

ગ્રીન ટી : દિવસભરમાં બે વખત કેટેચીન યુક્ત ચા પીનારાઓના કમરના ઘેરાવામાં 90 દિવસમાં 1.9 સે.મી. જેટલો ઘટાડો થયો હતો.



તેથી જો નિયમિત રીતે ગ્રીન ટીનું સેવન કરવામાં આવે તો તે મેટાબોલિઝમ ઝડપી બનાવીને વજન ઘટાડવામાં સહાયક બની શકે.



ગ્રીન ટીમાં પૂરતા પ્રમાણમાં કેટેચિન નામનું એન્ટિઓક્સિડંટ અને ઈજીસીજી તત્વ મોજૂદ હોય છે



ઈટ ટી : ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટીમાં જણાવ્યા અનુસાર સફેદ ચામાં સંભવિતરૂપે ચારથી પાંચ ટકા જેટલું મેટાબોલિઝમ વધી શકે છે.

ઇટ ટીમાં ચયાપચયની ક્રિયાને ઝડપી બનાવનારું તત્વ ઈજીસીજી હોવાથી તે ચરબી ઘટાડવામાં કારગર બની રહે છે.

જિંજર ટી : આદુની ચા એક પ્રકારનું સ્વાસ્થ્યપ્રદ પીણું ગણી શકાય.

આદુની ચા પીવાથી શરદી-ખાંસી, ઊબકા આવવા, હૃદય રોગ, બ્લડ પ્રેશર અને સ્થૂળતાને અંકુશમાં રાખી શકાય છે.

બ્લેક ટીમાં રહેલું ફલેવોન શરીરમાં રહેલી વધારાની કેલરી અને ચરબી બાળીને ચયાપચયની ક્રિયા ઝડપી બનાવવામાં સહાય કરે છે.

મોચા જાપાનની જાણીતી ચા છે. તેમાં પ્રચૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડંટ અને એન્ટિ ઇન્ફલેમેટરી ગુણો હોય છે.

એમ કહેવાય છે કે વર્કઆઉટ કરવાથી પહેલા એક કપ મોચા ટી પીવાથી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે અને વજન ઘટે છે.