તિરુપતિ બાલાજી મંદિર દેશનું સૌથી અમીર મંદિર પૈકીનું એક છે તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પૂજા થાય છે, જે શ્રીહરિ વિષ્ણુનું જ સ્વરૂપ છે એવી માન્યતા છે અહીં વાળનું દાન કરવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે, જાતકને ક્યારેય ધનની કમી રહેતી નથી કહેવાય છે કે તિરુપતિ બાલાજીમાં વ્યક્તિ જેટલા વાળનું દાન કરે છે, ભગવાન તેને 10 ગણું ધન આપે છે કથા અનુસાર જયારે ભગવાન વેંકટેશ્વરના પદ્માવતી સાથે લગ્ન થયા હતા, ત્યારે એક પરંપરા અનુસાર લગ્ન પહેલા કર ચૂકવવો પડતો હતો ભગવાન વેંકટેશ્વરે કર ચૂકવવા માટે કુબેર પાસેથી ઋણ લીધું હતું અને તેને પરત ચુકવવાનું વચન આપ્યું હતું કહેવાય છે કે તેમણે દેવી લક્ષ્મી તરફથી વચન આપ્યું હતું કે જે ભક્ત તેમનું ઋણ ચૂકવવામાં મદદ કરશે તેને 10 ગણું ધન આપશે આ કારણે અહીંયા ભક્તો આસ્થા સાથે પોતાના વાળનું દાન કરે છે માન્યતા અનુસાર તિરુપતિમાં વ્યક્તિ તેના વાળના રૂપમાં પાપ અને બુરાઈને આ જગ્યા પર છોડી જાય છે