વાસ્તુશાસ્ત્રમાં કેટલાક કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. સવારે કેટલાક કામ જીવનમાં પૈસાની સાથે સારા નસીબ લાવે છે. દરેક કાર્યમાં સફળતા મળે છે. સવારે સ્નાન કર્યા પછી સૌથી પહેલા ગણપતિજીની પૂજા કરવી જોઈએ. ગૌરી પુત્ર ગણેશજીના મંત્રોના જાપ કરવાથી બુદ્ધિ અને વિવેક વધે છે. આ ઉપાયથી દરેક કાર્યમાં સફળતા મળે છે. સવારે ગીતાનો પાઠ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વ્યક્તિ દિવસભર ઉર્જાવાન રહે છે. દરરોજ સવારે ગાયની પૂજા અને સેવા કરવાથી મા લક્ષ્મીની કૃપા મળે છે સવારે ધરતી માતાને નમસ્કાર કર્યા પછી જ જમીન પર પહેલું પગલું ભરવું જોઈએ નિયમિત રીતે સવારે સૂર્યને અર્ઘ્ય ચઢાવવાથી માન-સન્માન વધે છે. સ્વસ્થ જીવન એ સુખી જીવનની નિશાની છે. રોગો સામે લડવા માટે દરરોજ સવારે કસરત કરો. તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે