નવા ટીવી શો 'બેકાબૂ'નો પ્રોમો લોન્ચ કરવામાં આવ્યો છે. આમાં રિયાલિટી શો સ્ટાર્સ શાલીન ભનોટ અને ઈશા સિંહ જોવા મળશે. એકતાએ શોનો પ્રોમો લોન્ચ કર્યો છે જે લોકોને પસંદ આવ્યો છે. આ ફેન્ટેસી શો અલૌકિક શક્તિ ધરાવતા બે લોકો પર આધારિત છે. શાલીન રાક્ષસના રોલમાં જોવા મળશે અને ઈશા સિંહ પરીના રોલમાં જોવા મળશે. રિયાલિટી શો 'બિગ બોસ 16' પહેલા પણ શાલીને ટીવીમાં શાનદાર કામ કર્યું છે. ઈશા સિંહે ભોપાલમાં રહીને પોતાનો અભ્યાસ કર્યો છે. ઈશાએ 16 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2015માં ઈશા સિંહ 'ઈશ્ક કા રંગ સફેદ'માં જોવા મળી હતી. All Photo Credit: Instagram