બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત 90 કરોડથી વધુની સંપત્તિની માલિક છે. અભિનેત્રી પાસે માત્ર ઘર, કાર, બેંક બેલેન્સ નથી, પરંતુ તેની પાસે કરોડોની જ્વેલરી પણ છે. કંગના રનૌતની ચૂંટણી એફિડેવિટ અનુસાર, તેણે વર્ષ 2008માં 50 LIC પોલિસી ખરીદી હતી. કંગના મણિકર્ણિકા સ્પેસ એલએલપીમાં 99.95 ટકા શેર ધરાવે છે જેની કુલ મૂડી રકમ 1 કરોડ 20 લાખ રૂપિયાથી વધુ છે. કંગના રનૌતનો મુંબઈમાં આલીશાન બંગલો છે. આ સિવાય મનાલીમાં તેના બે ઘર છે. આ સિવાય અભિનેત્રી પાસે થોડી જમીન પણ છે. જોકે તેની પાસે કોઈ ખેતીની જમીન નથી. કગન્ના રનૌત એકદમ નવી મર્સિડીઝની માલિક છે જેની કિંમત 3 કરોડ 91 લાખ રૂપિયા છે. કંગના પાસે વેસ્પા સ્કૂટર પણ છે જેની કિંમત 53 હજાર રૂપિયા છે. અભિનેત્રી પાસે 5 કરોડ રૂપિયાના સોનાના દાગીના છે. અભિનેત્રીના 8 બેંક ખાતામાં 2.5 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા છે.