વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી હતી આ દરમિયાન એનડીએ ગઠબંધનના ઘણા દિગ્ગજ નેતાઓ તેમની સાથે જોવા મળ્યા હતા આગળની સ્લાઈડ્સમાં જાણો, પીએમ મોદીએ ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં કેટલી સંપત્તિ કરી છે જાહેર રોકડની વાત કરીએ તો પીએમ મોદી પાસે 52 હજાર રૂપિયા રોકડા છે પીએમ મોદી પાસે એસબીઆઈમાં જ 2 કરોડ 85 લાખ 60 હજાર 338 રૂપિયાની એફડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 9 લાખ 12 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત, જંગમ સંપત્તિમાં, તેમની પાસે ચાર સોનાની વીંટી છે, જેનું કુલ વજન 45 ગ્રામ છે અને તેની કિંમત 2 લાખ 67 હજાર 750 રૂપિયા છે વડાપ્રધાન મોદીના એફિડેવિટ મુજબ તેમની પાસે ન તો કોઈ ઘર છે કે ન તો કોઈ જમીન. આ સ્થિતિમાં તેમની કુલ સંપત્તિ 3 કરોડ 2 લાખ 6 હજાર 889 રૂપિયા છે. તમામ તસવીર સૌજન્યઃ @narendramodi