ભારતીય ક્રિકટે ટીમના ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ જામનગર ખાતે મતદાન કર્યું પંચવટી કોલેજ ખાતે જાડેજાએ સાંજે કર્યું મતદાન જામનગરની જનતાને અપીલ કરી કે તમામ નાગરીકોએ મતાધિકારનો કરવો ઉપયોગ કરવો જોઈએ મતદાન સમયે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ યલો ટિશર્ટ પહેર્યું હતું અને માથે કેપ પહેરી હતી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હાલમાં આઈપીએલમાં વ્યસ્ત છે. તેઓ સીએસકે વતી રમી રહ્યા છે. આમ છતા પણ તેમાથી સમય કાઢીને તેમણે મતદાન કર્યું છે. જામનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 57.67 ટકા મતદાન રાજ્યમાં 25 બેઠક પર સરેરાશ 59.81 ટકા મતદાન થયું છે. તેમના પત્ની ધારાસભ્ય રીવાબા જાડેજા પણ સાથે રહ્યા હતા