ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી રહી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર છે. લોકસભા ચૂંટણી 2024ને લઈને સૂત્ર આપતાં તેમણે કહ્યું કે ચૂંટણીનો તહેવાર એ દેશનું ગૌરવ છે.

દેશમાં 21.5 કરોડ 29 વર્ષ સુધીના યુવા મતદારો છે.

પ્રથમ વખત 1.82 કરોડ મતદારો છે.
આ તમામ લોકો પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે મતદાન કરશે.


12 રાજ્યોમાં પુરુષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધારે છે.



લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે



તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

7 મે, 2024ના રોજ ત્રીજા તબક્કામાં 12 રાજ્યોમાં 94 બેઠક પર, 13 મે, 2024ના રોજ ચોથા તબક્કામાં 96 બેઠક પર મતદાન થશે.



20 મે, 2024ના રોજ પાંચમા તબક્કામાં 8 રાજ્યોમાં 49 બેઠકો પર, 25 મે, 2024ના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર વોટિંગ થશે.

1 જૂન, 2024ના રોજ 8 રાજ્યોમાં 57 બેઠકો પર સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થશે.

Thanks for Reading. UP NEXT

કોણ છે BJP જયપુરની રાજકુમારી દીયા કુમારી

View next story