રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 13 સીટો પર વોટિગ થયું મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી થયું બીજા તબક્કામાં જોધપુર, બાડમેર, પાલી, રાજસમંદ, અજમેર સીટ પર વોટિંગ થયું આ ઉપરાંત ભીલવાડા, ચિત્તોડગઢ, ઉદયપુર, બાંસવાડા, ટોંક-સવાઈ માધોપુર, કોટા, ઝાલાવાડ-બારાં સીટ પર પણ વોટિંગ થયું આવો જાણીએ રાજસ્થાનમાં કયા દિગ્ગજ નેતાઓએ વોટિંગ કર્યુ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને તેના પુત્રએ ઝાલાવાડના હાઉસિંગ બોર્ડ સ્થિત મતદાન કેન્દ્રમાં વોટિંગ કર્યુ જાલૌરથી કોંગ્રેસ ઉમેદવાર વૈભવ ગહલોતે તેના પિતા અશોક ગહલોત સાથે જોધપુરમાં વોટિંગ કર્યુ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જોધપુરમાં વોટિંગ કર્યા બાદ કહ્યું આજનો દિવસ લોકતંત્ર માટે ખૂબ મોટો દિવસ છે રાજસ્થાન બીજેપીના અધ્યક્ષ સી પી જોશીએ ચિત્તોડગઢમાં મતદાન કર્યુ કેન્દ્રીય મંત્રી અને બાડમેરથી ભાજપ ઉમેદવાર કૈલાશ ચૌધરીએ સવારમાં જ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ઓમ બિરલાએ મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ લોકોને મહત્તમ વોટિંગ માટે અપીલ કરી હતી