ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું હાર્દિકની પત્નીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યા અટક હટાવી દીધી છે. જેના કારણે બંને ટૂક સમયમાં છૂટાછેડા લેશે તેવી અટકળો થઈ રહી છે હાર્દિક સાથે લગ્ન પહેલા વર્ષ 2014 માં, નતાશા સ્ટેનકોવિક સ્ટેનકોવિક બિગ બોસ 14 ફેમ અલી ગોની સાથેના સંબંધોને કારણે ચર્ચામાં હતી અલી ગોની અને નતાશાએ તેમના બ્રેકઅપ બાદ ડાન્સ રિયાલિટી શો નચ બલિયેમાં ભાગ લીધો હતો. નતાશા ટીવી શો 'બિગ બોસ સીઝન 8'નો પણ ભાગ રહી ચૂકી છે. નતાશા સર્બિયાની રહેવાસી છે, તેણે પોતાનો અભ્યાસ સર્બિયામાં જ પૂરો કર્યો નતાશા સ્ટેનકોવિક વ્યવસાયે મોડલ અને ડાન્સર છે. ડીજે વાલે બાબુ ગીત માટે નતાશા સૌથી વધુ ચર્ચામાં રહી હતી. નતાશાએ ઘણી હિન્દી ફિલ્મોમાં આઈટમ ડાન્સ કર્યો છે. હાર્દિક અને નતાશાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા