ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડી સૂઝાનો આજે જન્મદિવસ છે તે ટીવી 'એક હજારો મેં મેરી બેહના હૈ' માટે જાણીતી છે. આ સિરિયલમાં ક્રિસ્ટલ અને નિયા શર્મા મુખ્ય અભિનેત્રીઓ હતી. ક્રિસ્ટલ ડિસોઝાને આ સિરિયલથી ઓળખ મળી અને આજે તે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી રહી છે. ક્રિસ્ટલ ડિસૂઝાએ ટીવી પર ઘણું કામ કર્યું છે ક્રિસ્ટલે બોલિવૂડ ફિલ્મો પણ કામ કર્યું છે. તેની ડેબ્યૂ ફિલ્મ ‘ચેહરે’ હતી. ક્રિસ્ટલનો જન્મ 1 માર્ચ, 1990ના રોજ મુંબઈમાં થયો હતો ક્રિસ્ટલે 2007માં શો 'કહે ના કાહે હમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે પછી એકતાએ ક્રિસ્ટલને 'ક્યા દિલ મેં હૈ' અને 'કસ્તુરી' જેવા શોમાં પણ કામ આપ્યું હતું. All Photo Credit: Instagram