કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'લાપત્તા લેડીઝ' બહુ સારું પ્રદર્શન કરી શકી નથી. પરંતુ OTT પર રિલીઝ થયા પછી ફિલ્મની પ્રશંસા ખૂબ કરવામાં આવી રહી છે ફિલ્મમાં Pratibha Rantaએ ભજવેલ જયાની ભૂમિકાને પણ લોકોએ પસંદ કરી છે તેની એક્ટિંગે જલ્દી જ ફિલ્મ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. પ્રતિભા હિમાચલ પ્રદેશના શિમલાની રહેવાસી છે. પ્રતિભાએ થિયેટર આર્ટિસ્ટ અને ડાન્સર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, બાદમાં તે મોડલિંગ કરવા મુંબઈ આવી હતી. વર્ષ 2018માં તેણે મિસ મુંબઈનો ખિતાબ જીત્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પ્રતિભાએ પોતાના સંઘર્ષની વાત કરી છે All Photo Credit: Instagram