મીનાક્ષી શેષાદ્રી પોતાની સુંદરતા અને પ્રતિભાથી લોકોના દિલ પર રાજ કરતી હતી. મીનાક્ષી શેષાદ્રીએ હિન્દી અને દક્ષિણ સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી. આ પછી તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ હવે તે 60 વર્ષની ઉંમરે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા માંગે છે. મીનાક્ષી શેષાદ્રી તેના નૃત્ય કૌશલ્ય માટે લોકપ્રિય છે. મીનાક્ષી ઘણી વખત ટીવી પર ડાન્સ રિયાલિટી શોમાં સ્પેશિયલ જજ તરીકે જોવા મળી છે. મીનાક્ષીએ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાના ત્રીજા ભાગમાં આઈટમ નંબર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અભિનેત્રીએ કહ્યું કે તેને પુષ્પા 3 માટે આઈટમ સોંગ કરવાનું ગમશે હું એ વિચારને તોડવા માંગુ છું કે આઈટમ સોંગ માટે ઉંમર 20 વર્ષની આસપાસ હોવી જોઈએ.