હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચાર ઘણા દિવસોથી આવી રહ્યા છે. નતાશા સ્ટેનકોવિચે તેના ઈન્સ્ટાગ્રામ પરથી પંડ્યા સરનેમ હટાવી દીધી છે. આટલું જ નહીં, નતાશાએ તેની અને હાર્દિકની તમામ તાજેતરની પોસ્ટ હટાવી દીધી છે. આ સિવાય તે આ વખતે આઈપીએલ મેચ જોવા પણ નહોતી ગઈ. હવે અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ડ્રાઈવિંગ સ્કૂલ સાઈન બોર્ડનો ચાર્ટ પોસ્ટ કર્યો છે. આ સાઈન ચાર્ટમાં તેણે કેપ્શન લખ્યું છે કોઈ રસ્તાઓ પર ઉતરવાનું છે અભિનેત્રીની આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે તમને જણાવી દઈએ કે આ કપલે 31 મે 2020 ના રોજ લગ્ન કર્યા હતા. આ પછી, તેઓએ ફેબ્રુઆરી 2023 માં ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા.