EPFOએ તેના કરોડો ગ્રાહકો માટે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે.



આ પરિપત્ર EPFOની વિગતોમાં ફેરફાર સાથે સંબંધિત છે



આ પછી, હવે EPFO સબ્સ્ક્રાઇબર્સ 11 વિગતો અપડેટ કરી શકશે.



તેમાં નામ, લિંગ, જન્મ તારીખ, પિતાનું નામ, વૈવાહિક સ્થિતિ, જોડાવાની તારીખનો સમાવેશ થાય છે



એ જ રીતે, છોડવાનું કારણ, છોડવાની તારીખ, રાષ્ટ્રીયતા અને આધાર નંબર પણ અપડેટ કરી શકાય છે.



આ માટે તમારે UAN અને પાસવર્ડની મદદથી મેમ્બર સર્વિસ પોર્ટલ પર લોગીન કરવું પડશે.



સંયુક્ત ઘોષણા ટેબ પર ક્લિક કરો. આધાર સાથે જોડાયેલા નંબર પર OTP આવશે. તેને સબમિટ કરો



તે પછી સંયુક્ત ઘોષણા ફોર્મ ઉપલબ્ધ થશે. ફોર્મ યોગ્ય રીતે ભરો



તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડીને ફોર્મ સબમિટ કરો.