કોઈપણ બેંક પ્રોપર્ટીની કિંમતના 80 થી 90 ટકા સુધી હોમ લોન આપે છે. તે બેંક પસંદ કરવાનું વધુ સારું રહેશે જ્યાં સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોન ઉપલબ્ધ હોય. અગાઉથી નક્કી કરો કે તમારે નિશ્ચિત દરે લોન જોઈએ છે કે ફ્લોટિંગ રેટ પર બેંકો સામાન્ય રીતે હોમ લોન પર 0.25% થી 2% ની પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે સૌથી ઓછી પ્રોસેસિંગ ફી ધરાવતી બેંક સારી પસંદગી હશે જેમણે ફ્લોટિંગ વ્યાજ પર લોન લીધી છે તેઓએ તેમની બેંકને રિવિઝન પ્રક્રિયા માટે પૂછવું જોઈએ જે બેંક વ્યાજ દરોમાં ફેરફારનો તાત્કાલિક અમલ કરે છે તેને સારી ગણવામાં આવે છે. જે બેંકોમાં જરૂરી દસ્તાવેજો સિવાય કોઈ વધારાના ડોક્યુમેન્ટ નથી આપવા પડતા તે વધારી સારી રહેશે. જે બેંકો હોમ લોન વિતરણ પ્રક્રિયામાં ઓછો સમય લે છે તે વધુ સારી છે