આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 વટાવી ગઈ છે હવે કરદાતા 1000 રૂપિયાનો દંડ ભરીને રિટર્ન ફાઇલ કરી શકશે. આ વર્ષે 6.77 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે તેમાંથી 4 કરોડથી વધુ રિટર્નની પ્રક્રિયા કરવામાં આવી છે, પરંતુ ઘણા લોકોને હજુ સુધી રિફંડ મળ્યું નથી. રિફંડની સ્થિતિ તપાસવા માટે, પહેલા ઈ-ફાઈલિંગ પોર્ટલની મુલાકાત લો હવે Quick Links વિકલ્પ પસંદ કરો ડ્રોપડાઉન મેનૂમાં તમારું રિફંડ સ્ટેટસ જાણો પર ક્લિક કરો PAN નંબર, આકારણી વર્ષ અને મોબાઈલ નંબર જેવી વિગતો દાખલ કરો તમે મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP સબમિટ કરતાની સાથે જ સ્ટેટસ દેખાશે.