વેબ સીરિઝ આશ્રમની ત્રીજી સીઝનનું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. ‘આશ્રમ-3’માં બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પણ જોવા મળશે. ઇશા ગુપ્તાએ કહ્યું હતું કે આશ્રમ-3માં જોડાવાની તેની ઇચ્છા પુરી થઇ છે. ઈશા કહે છે કે મે આશ્રમ જોઇ ત્યારે મારી ઇચ્છા હતી કે હું પણ આ વેબસીરિઝનો ભાગ બનું મને લાગે છે કે આ સીરિઝ મળવાથી મારી ઇચ્છા પૂર્ણ થઇ છે. ઇશા ગુપ્તાનું પાત્ર એક ઈમેજ મેકર સ્પેશિયાલિસ્ટનું છે આ વેબસીરિઝ એમએક્સ પ્લેયર પર રીલિઝ થશે. વેબ સીરિઝમાં બોબી દેઓલ બાબાની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ સીરિઝ 3 જૂન, 2022થી MX પ્લેયર પર રીલિઝ થશે All Photo Credit: Instagram