અમેરિકન-કેનેડિયન અભિનેતા મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે અવસાન થયું છે અભિનેતા તેના લોસ એન્જલસના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. FRIENDS માત્ર અમેરિકા જ નહીં ભારતમાં પણ લોકપ્રિય હતી TMZ એ સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે મેથ્યુનું મૃત્યુ હોટ ટબમાં ડૂબી જવાથી થયું હતું મેથ્યુ પેરી અભિનેતા જ્હોન બેનેટ પેરી અને કેનેડાના પૂર્વ વડાપ્રધાન પિયર ટ્રુડોના એક સમયના પ્રેસ સચિવ સુઝાન મેરી લેંગફોર્ડના પુત્ર છે તેણે 'ચાર્લ્સ ઇન ચાર્જ' દ્વારા બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં મેથ્યુએ ખુલાસો કર્યો હતો કે તેને 14 વર્ષની ઉંમરથી જ ડ્રગ્સની લત લાગી ગઈ હતી. મેથ્યુએ કહ્યું હતું કે તેણે ડ્રગની લતમાંથી બહાર આવવા માટે 9 મિલિયન ડોલર એટલે કે 74 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મેથ્યૂના નિધનના સમાચાર સાંભળી લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે