ઓનલાઈન ક્લાસ હોય, ઓફિસનું કામ હોય કે OTT પ્લેટફોર્મ પર મૂવી જોવાનું હોય

બધું જ WiFi પર આધાર રાખે છે. જોકે, ક્યારેક સારો ઇન્ટરનેટ પ્લાન હોવા છતાં સ્પીડ ધીમી રહે છે છે.

આનું એક મુખ્ય કારણ તમારું જૂનું WiFi રાઉટર હોઈ શકે છે.

WiFi રાઉટરનું આયુષ્ય સામાન્ય રીતે 3 થી 5 વર્ષનું હોય છે. આ પછી ડિવાઈસનું પ્રદર્શન ધીમે ધીમે ઘટતું જાય છે.

ટેકનોલોજી ઝડપથી બદલાય છે અને નવા રાઉટર વધુ સારી ગતિ, રેન્જ અને સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરે છે.

જો તમારું રાઉટર 4-5 વર્ષ જૂનું છે તો તેને બદલવાનો સમય આવી ગયો છે.

સમય જતાં રાઉટર હાર્ડવેર ખરાબ અસર કરે છે. વધુમાં જૂના મોડેલો WiFi 5 અથવા WiFi 6 જેવી નવી WiFi તકનીકોને સપોર્ટ ન પણ કરી શકે.

વધુ ડિવાઈસને કનેક્ટ કરવાથી જૂના રાઉટરની ક્ષમતા પણ ઘટી શકે છે, જેના કારણે ઇન્ટરનેટ ગતિ ધીમી થઈ શકે છે.

વધુમાં સતત ઉપયોગ ઉપકરણને ગરમ કરી શકે છે જેનાથી તેના પ્રદર્શન પર અસર પડી શકે છે.

જો તમારી ઇન્ટરનેટ સ્પીડ વારંવાર ઘટી જાય છે તો આ સ્પષ્ટ સંકેતો છે કે તમારું રાઉટર જૂનું છે.