નવો સ્માર્ટફોન શરૂઆતમાં ખૂબ જ ઝડપથી અને સરળતાથી ચાલે છે

પરંતુ થોડા વર્ષો બાદ તેમાં હેંગ થવા અને ધીમો પડવાની સમસ્યા જોવા મળે છે.

આ પાછળ માત્ર RAM જ જવાબદાર નથી, પરંતુ ફોનની સ્ટોરેજ, સોફ્ટવેર, બેટરી અને હાર્ડવેર સહિત અનેક કારણો હોય છે.

ફોનમાં ફોટા, વીડિયો અને અન્ય ફાઇલો સતત ભરાતી રહેતા ઇન્ટરનલ સ્ટોરેજ લગભગ ભરાઈ જાય તો ફોનની સ્પીડ ઘટી શકે છે

સમય જતાં સ્માર્ટફોન અને એપ્સના નવા અપડેટ વધુ પ્રોસેસિંગ પાવરની જરૂરિયાત ઊભી કરે છે, જેને જૂનું હાર્ડવેર હંમેશાં સારી રીતે સંભાળી શકતું નથી.

ફોનમાં જરૂર ન હોય તેવી ઘણી એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે તો તે પ્રોસેસરનો ઉપયોગ કરતી હોવાથી પરફોર્મન્સ પર અસર પડે છે.

બ્રાઉઝિંગ દરમિયાન એકઠી થતી કેશ ફાઇલો, કૂકીઝ અને જંક ડેટા પણ સમય જતાં ફોનની સ્પીડ ઘટાડવામાં ભૂમિકા ભજવી શકે છે.

સ્માર્ટફોનની જૂની થતી બેટરી પણ ફોન ધીમો થવાનું એક કારણ બની શકે છે

લાંબા સમય સુધી ગેમિંગ અથવા ભારે એપ્સનો ઉપયોગ કરવાથી ફોન ગરમ થાય તો ઓવરહિટિંગથી બચવા માટે ફોન પોતાની પ્રોસેસિંગ સ્પીડ ઘટાડે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે