ટ્રેનમાં કોચ લગાવવાની એક સિસ્ટમ હોય છે એન્જિન પછી સૌથી પહેલા અને સૌથી છેલ્લે જનરલ કોચ જોડવામાં આવે છે રેલગાડીની વચ્ચે એસી કે સ્લીપર કોચ લાગેલા હોય છે આ સિસ્ટમને લઈ અનેક લોકોના મનમાં ભ્રમ છે પરંતુ ડબ્બાના ક્રમ મુસાફરોની સુવિધા માટે લગાવવામાં આવે છે સામાન્ય રીતે જનરલ કોચમાં વધારે ભીડ હોય છે જનરલ કોચ વચ્ચે હોય તો બોર્ડ-ડીબોર્ડના કામમાં વિક્ષેપ પડે છે તેનાથી સ્ટેશનની સમગ્ર વ્યવસ્થામાં ગડબડ ઉભી થઈ શકે છે તેથી જનરલ કોચ હંમેશા બંને છેડા પર લગાવવામાં આવે છે તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે