અભિનેત્રી શહાના ગોસ્વામીને કોણ નથી ઓળખતું તેણે પોતાના અભિનયથી એક અલગ જ ઓળખ બનાવી છે. આ દિવસોમાં શહાના ઝ્વીગાટોને લઈને ચર્ચામાં છે. શહાના આ ફિલ્મમાં કપિલ શર્માની પત્નીનો રોલ કરી રહી છે. આ સિવાય શહાના તેની સુંદરતા માટે પણ જાણીતી છે. તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે શહાનાએ પોતાના કરિયરની શરૂઆત યૂ હોતા તો ક્યા હોતાથી કરી હતી. આ પછી શહાના ગોસ્વામી હનીમૂન ટ્રાવેલ, રૂબારુ, રોક ઓન જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી તેણે ઘણી ફિલ્મોમાં પોતાના અલગ-અલગ પાત્રોથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી. હવે તે ફિલ્મો અને વેબ સિરીઝમાં સપોર્ટિંગ રોલ કરતી જોવા મળે છે.