ઉર્મિલાનો જન્મ 4 ફેબ્રુઆરી 1974ના રોજ થયો હતો જ્યારે તેના લગ્ન 3 માર્ચ 2016ના રોજ થયા હતા. ઉર્મિલાએ 1983માં બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ફિલ્મ ચમત્કારથી અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ઉર્મિલાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેને ઓળખ રંગીલાથી મળી. આ ફિલ્મનું નિર્માણ રામગોપાલ વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઉર્મિલાએ તેમની 13 ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે ઉર્મિલા 42 વર્ષની હતી, ત્યારે તેણે મોહસીન મીર અખ્તર સાથે લગ્ન કર્યા, જેઓ તેનાથી 9 વર્ષ જુનિયર હતા. કહેવાય છે કે આ લગ્ન માટે ઉર્મિલાએ ધર્મ પરિવર્તન કર્યું હતું. જણાવી દઈએ કે ઉર્મિલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની તસવીરો જોઈને કોઈ અંદાજો લગાવી શકતું નથી કે તે 49 વર્ષની છે. ઉર્મિલા અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.