વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરવા બદલ કૉંગ્રેસે, તેમના મહિલા સેવાદળના અધ્યક્ષા પ્રગતિ આહીરને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

પ્રગતિ આહિરે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિયનની કારકિર્દીને છોડીને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.

પ્રગતિ આહિર ટીવી ડિબેટમાં મજબૂતી સાથે કોંગ્રેસ પાર્ટીનો પક્ષ મૂકતા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રગતિ આહિર સક્રિય રહ્યા હતા.

પ્રગતિ આહિરે જ્યારે અભિનયની દુનિયા છોડી ત્યારે તેમણે 15થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

વર્ષ 2019માં તે રાજકારણ સાથે જોડાયા હતા. પ્રગતિ આહિરે રુરલ સ્ટડીઝમાં બેચલર ડિગ્રી મેળવી હતી.

પ્રગતિ આહિર મૂળ રુપે જૂનાગઢ જિલ્લાના નિવાસી છે.

એક સમયે મોડેલીંગ અને હીરોઈનની ભૂમિકા ભજવનાર પ્રગતિ આહીરે રાજકીય કારકિર્દી બનાવવા કૉંગ્રેસની વાટ પકડી હતી.

પ્રિયંકા ગાંધી સાથે પ્રગતિ આહીર

રાહુલ ગાંધી સાથે પ્રગતિ આહીર

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો હાથ પકડીને ચાલતી પ્રગતિ આહીર

તમામ તસવીર સૌજન્યઃ Pragati Aahir ઈન્સ્ટાગ્રામ