પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અમરેલી સીટ પરથી હાર થઈ. આપના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીની જામખંભાળીયા બેઠક પરથી હાર થઈ. એનસીપીના નેતા જયંત બોસ્કીની ઉમરેઠ બેઠક પરથી હાર થઈ. કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુની રાજકોટ પૂર્વ બેઠક પરથી હાર થઈ. ભીખાભાઈ જોષીની પણ હાર થઈ. માણાવદર બેઠક પરથી જવાહરભાઈ ચાવડાની હાર થઈ. કોંગ્રેસ નેતા લલિત કગથરાની પણ હાર થઈ છે. કોંગ્રેસના અગ્રણી અને ધોરાજીના ઉમેદવાર લલિત વસોયા ની પણ હાર થઈ. વરાછા બેઠકથી આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની પણ હાર થઈ. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની કતારગામ સીટ પરથી હાર થઈ.