અભિનેત્રી આશકા ગોરાડિયા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.

મૂળ ગુજરાતી આશકા ઘણા શો અને રિયાલિટી શોમાં જોવા મળી છે.

આશકા પોતાને ફિટ રાખવા માટે ઘણા સમયથી યોગ કરી રહી છે.

આશકાની યોગ પ્રેક્ટિસનું પરિણામ છે કે તેણીએ હવે સૌથી મુશ્કેલ મુદ્રામાં નિપુણતા મેળવી લીધી છે.

આશકાને યોગ કરવામાં તેનો પતિ પણ મદદ કરે છે.

આશકા અન્ય અભિનેત્રીઓની જેમ માત્ર બંધ રૂમમાં જ યોગા કરતી નથી.

તે ખુલ્લા આકાશની નીચે અને નવી જગ્યાએ યોગ કરવાનું પણ પસંદ કરે છે.

ક્યારેક ખડકો પર તો ક્યારેક બીચ પર આશકાએ ઘણી તસવીરો પોસ્ટ કરી છે જે તેનો યોગ પ્રેમ દર્શાવે છે

તેણે નાગિન સહિત ઘણી સીરિયલોમાં કામ કર્યુ છે