હરભજન સિંહે ભારત વતી 103 ટેસ્ટ મેચોમાં 417 વિકેટ લીધી હતી. 236 વન ડે ઈન્ટરનેશનલ મેચોમાં 269 વિકેટ લીધી હતી. 28 ટ્વેન્ટી 20 ઈન્ટરનેશનલ મેચોમાં 25 વિકેટ લીધી હતી. તે 163 આઈપીએલ મેચોમાં પણ રમ્યો છે જેમાં તેણે 150 વિકેટ લીધી હતી. હરભજન સિંહ વર્લ્ડ વિજેતા ટીમનો હિસ્સો રહ્યા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2001માં કોલકાતામાં રમાયેલી ટેસ્ટ મેચમાં હેટ્રિક પણ લીધી હતી. હરભજન તે સમયે ફક્ત 21 વર્ષનો હતો. હરભજન સિંહના પરિવારમાં પત્ની ગીતા અને બે બાળકો છે.