ગોળ શરીરને ગરમાટો આપે છે. શિયાળામાં રોજ જમવા સાથે ગોળ ખાવાથી પણ ફાયદો થાય છે.

શિયાળામાં હળદરને ઔષધી તરીકે લેવામાં આવે છે. હળદર એન્ટિબાયોટિક તરીકે પણ કામ કરે છે.

શિયાળામાં તુલસી અને આદુ નાખેલી ચા શિયાળામાં અવશ્ય પીવી જોઇએ.

આદુનું સેવન આ ઋતુમાં શરીરમાં ગરમી લાવવાની સાથેસાથે ઇમ્યુનિટી વધારે છે.

શિયાળામાં રોજિંદા આહારમાં મરીને સામેલ કરવા જોઇએ. સૂપ,સલાડ, ફણગાવેલા કઠોળ સાથે ભેળવીને ખાવા જોઈએ.

ઠંડીના દિવસોમાં મધનું સેવન વધુ લાભદાયી છે. ગરમ પાણી સાથે મધ ભેળવીને પીવાથી શરીરમાં સ્ફુર્તિ લાવે છે.

સુકા મેવાનું સેવન શિયાળામાં કરવું વધુ ફાયદાકારક છે. તે ઠંડીથી રક્ષણ આપે છે.

મેથીના દાણાથી બનાવામાં આવતા લાડુનું સેવન શિયાળામાં ખાસ કરીને લોકો ખાતા હોય છે. તે શરીરમાં ગરમાટો રાખવા માટે જાણીતું છે.

લસણ એક ઉત્તમ એન્ટીબાયોટિક હોવાની સાથેસાથે શરદી-ઊધરસ માટે ઓષધી સમાન પુરવાર થઇ છે.