ભારતમાં ખરીફ સીઝનના મુખ્ય પાકોમાં બાજરીનો પણ સમાવેશ થાય છે.

બાજરીને પૌષ્ટિક અનાજની શ્રેણીમાં ગણવામાં આવે છે, જેની ખેતી કરીને ખેડૂતો સારી કમાણી કરી શકે છે.

બાજરીની ખેતીમાં ખાતર અને પાણીની વધારે જરૂર પડતી નથી, બંજર જમીન પર પણ બાજરીની ખેતી કરી શકાય છે.

શિયાળામાં આપણને વધારે ઉર્જા આપતા ખોરાકની જરૂર પડે છે, જેમાં એક બાજરી છે.

બાજરી કેલ્શિયલમથી ભરપૂર હોય છે, શિયાળામાં તેના સેવનથી સાંધાની સમસ્યમાં રાહત મળે છે.

શિયાળામાં બાજરી ખાવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે, તેથી લોકો શિયાળામાં બાજરીના રોટલા ખાય છે.

બાજરીમાં ટ્રાયપ્ટોફેન એમીનો એસિડ હોય છે, જે ભૂખને ઓછી કરે છે.

બાજરીમાં મોટી માત્રામાં ડાયટ્રી ફાયબર હોય છે, જે પાચનમાં લાભકારી ગણાય છે અને મેદસ્વીતા ઘટાડવામાં મદદ કરે છે.

બાજરીમાં આયર્ન પણ વધારે હોય છે, જે લોહીની ઉણપથી થનારા રોગમાં મદદ કરે છે

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે