મધમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે તમારા શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે અને તમને રોગથી બચાવે છે. સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં મધ પીવું એ એક સારો વિકલ્પ છે. આ સિવાય મધ તમારી ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે સવારે ખાલી પેટ હૂંફાળા પાણીમાં મધ નાખીને પીવાથી તમારી એનર્જી લેવલ વધી શકે છે. મધથી કફમાં રાહત આપે છે અને ઉધરસ ઘટાડવામાં મદદ કરે છે. પાણીમા મધ નાખીને પીવાથી તમારી ત્વચા ચમકદાર બને છે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે. જો તમને મધથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરશો નહીં. તમે ડાયાબિટીસથી પીડિત છો તો મધનો ઉપયોગ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો