તેમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ડાયેટરી ફાઈબર તેમજ વિટામિન E, વિટામિન B2, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે.



પલાળેલી બદામ ખાવાથી તેના ફાયદા પણ વધી જાય છે. પરંતુ કેટલાક લોકો માટે બદામ ખાવી અત્યંત નુકસાનકારક હોઈ શકે છે.



જો તમને કબજિયાતની સમસ્યા છે તો બદામ ખાવી તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.



બદામમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે. મોટી માત્રામાં બદામનું સેવન કરવાથી, આ ઓક્સાલેટ્સ તમારી કિડનીને વળગી રહે છે અને પથરી બનાવી શકે છે. જો તમને કિડનીની સમસ્યા છે તો બદામનું સેવન ટાળો.



બદામમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. ઘણી વખત આના કારણે શરીરમાં વિટામીન E નો ઓવરડોઝ થઈ શકે છે.



આવી સ્થિતિમાં, એક દિવસમાં મર્યાદિત માત્રામાં બદામનું સેવન કરવું જોઈએ.



બદામમાં કેલરીની માત્રા ખૂબ જ વધારે જોવા મળે છે. તેથી જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોવ તો બને તેટલી ઓછી બદામનું સેવન કરો.



બદામ ખાવાથી ઘણા લોકોને એલર્જીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.



જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને ચહેરા પર સોજો આવી શકે છે.



આવી સ્થિતિમાં જે લોકોને આવી સમસ્યા હોય તેમણે દિવસમાં માત્ર 4 થી 5 બદામ ખાવી જોઈએ અને જમતા પહેલા તેને પલાળીને રાખવી જોઈએ.



આ તેમને પચવામાં સરળ બનાવશે.