સામાન્ય રીતે આપણે હવામાન મુજબ પાણી પસંદ કરીએ છીએ, પરંતુ તે શરીરની સ્થિતિ પર આધારિત હોવું જોઈએ.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ અનુસાર યોગ્ય તાપમાનના પાણીથી સ્નાન કરવાથી મન અને શરીર બંને સંતુલિત રહે છે.

Published by: gujarati.abplive.com

શરીરના ત્રણ દોષો વાત, પિત્ત અને કફના આધારે પાણીનું તાપમાન નક્કી કરવું સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

Published by: gujarati.abplive.com

વાત પ્રકૃતિવાળા લોકો જેમની ત્વચા શુષ્ક હોય તેમણે હંમેશા હૂંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

વાત દોષ ધરાવતા વ્યક્તિઓએ સ્નાન કર્યા પછી શરીર પર તેલ લગાવવાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે.

Published by: gujarati.abplive.com

કફ પ્રકૃતિ એટલે કે જેમને વધુ શરદી કે સુસ્તી રહેતી હોય તેમણે ગરમ પાણીનો ઉપયોગ કરવો હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

કફ દોષવાળા લોકોએ સવારના સમયે સ્નાન કરવું જોઈએ અને બપોર પછી નાહવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકો જેમને વધુ પરસેવો કે બળતરા થતી હોય તેમણે સામાન્ય કે થોડા ઠંડા પાણીથી નાહવું.

Published by: gujarati.abplive.com

પિત્ત દોષમાં અતિશય ઠંડા પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે તે શરીરનું સંતુલન બગાડી શકે છે.

Published by: gujarati.abplive.com

તમારા શરીરની પ્રકૃતિ મુજબ સાચું પાણી પસંદ કરવાથી તમે અનેક શારીરિક સમસ્યાઓથી બચી શકો છો.

Published by: gujarati.abplive.com