દરેક લોકો ઈચ્છે છે કે પોતાના ચહેરો ચમકદાર બને

આજકાલ સ્કિન કેરમાં ચહેરા પર બરફનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર પણ આઈસ ફેશિયલ ટ્રેન્ડમાં રહે છે.

એવામાં ચહેરા પર બરફ લગાવવો કેટલો અસરકારક છે, તે જાણવું જરૂરી છે.

સવારે ચહેરા પર બરફ લગાવવાથી ચહેરા પરની સોજા ઓછા થાય છે અને ત્વચા ફ્રેશ લાગે છે.

ચહેરા પર બરફ લગાવવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ્સ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

બરફ લગાવવાથી ચહેરાના રોમછિદ્રો ટાઇટ દેખાય છે, જેના કારણે ત્વચા ઓછી ઓઇલી લાગે છે.

ચહેરા પર વધુ પડતો બરફ લગાવવાથી બળતરા અને સુન્નપણું થઈ શકે છે.

બરફ ત્વચાના કુદરતી તેલને દૂર કરી શકે છે, જેના કારણે ત્વચા વધુ સૂકી બની શકે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે