સદીઓથી દૂધ અને ખજૂરનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે.



આ બંને ખાદ્યપદાર્થો પોષક તત્વોથી ભરપૂર છે. જો કે શિયાળામાં દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી પણ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.



દૂધ કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન B12 અને અન્ય આવશ્યક મિનરલ્સથી ઉત્તમ સ્ત્રોત છે.



તે હાડકાંને મજબૂત કરવામાં, સ્નાયુઓના વિકાસમાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.



ખજૂર ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને નેચરલ સુગરથી ભરપૂર હોય છે.



દૂધમાં હાજર કેલ્શિયમ અને ખજૂરમાં હાજર મિનરલ્સ મળીને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.



ખજૂરમાં હાજર ફાઈબર પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે



ખજૂર શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તે થાક અને નબળાઈને દૂર કરવામાં મદદ કરી શકે છે.



દૂધ અને ખજૂર બંને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે



દૂધ અને ખજૂર બંને કેલરી અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે વજન વધારવામાં મદદ કરી શકે છે.



ખજૂરમાં વિટામિન સી હોય છે, જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.



દૂધમાં ખજૂર ઉમેરીને ગમે ત્યારે ખાઈ શકાય છે. જો કે, સૂતા પહેલા તેને પીવું શ્રેષ્ઠ છે



તમને કોઈપણ વસ્તુથી એલર્જી હોય તો દૂધ અને ખજૂર ખાતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.