શિયાળાની ઋતુમાં કેળા ખાવાને લઈને ઘણી વાર વિરોધાભાસ જોવા મળે છે.



કેટલાક લોકોનું કહેવું છે કે શિયાળાની ઋતુમાં કેળા ખાવા યોગ્ય છે



તો કેટલાક લોકોનું માનવું છે કે શિયાળાની ઋતુમાં કેળા ન ખાવા જોઈએ.



નિષ્ણાંતોના મતે શિયાળામાં કેળા ખાવાના લઇને અનેક સવાલો ઉઠે છે.



કેળા પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી6નો સારો સ્ત્રોત છે, જે શરીરના મેટાબોલિઝમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.



તેમાં હાજર ફાઇબર પાચનતંત્રને મજબૂત બનાવે છે, જે સામાન્ય રીતે શિયાળામાં ધીમી પડી શકે છે.



એક્સપર્ટના મતે કેળાને ઠંડુ ફળ માનવામાં આવે છે અને તેના વધુ પડતા સેવનથી કેટલાક લોકોમાં ગળામાં દુખાવો અથવા શરદી થઈ શકે છે.



જો કોઈ વ્યક્તિને શરદી સંબંધિત એલર્જી હોય તો તેણે કેળા ખાવાનું ટાળવું જોઈએ.



સવારે કેળા ખાવાથી પાચનમાં મદદ મળે છે, પરંતુ વ્યક્તિએ તેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ



કેળા જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમના માટે ફાયદાકારક છે



શિયાળામાં કેળા ખાવા કે ન ખાવાનો નિર્ણય વ્યક્તિની શારીરિક સ્થિતિ અને જરૂરિયાતો પર આધાર રાખે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો