ઘણા લોકો માને છે કે કાજુ ખાવાથી વજન વધે છે તો કેટલાક માને છે કે કાજુ ખાવાથી વજન ઘટે છે. નિષ્ણાંતો અનુસાર કાજુ ખાવાથી વજન વધે છે અને ઘટે છે. તે તમે તેને કેવી રીતે ખાવ છો તેના પર આધાર રાખે છે. કાજુમાં હેલ્ધી ફેટ અને મોટી માત્રામાં કેલરી હોય છે, જેના કારણે વજન સરળતાથી વધારી શકાય છે. આ ખાવાથી સોડિયમની ઉણપ પણ પૂરી થાય છે. કાજુમાં હેલ્ધી ફેટ અને ફાઈબર વધારે હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આનાથી વજન ઘટાડી શકાય છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો દિવસમાં માત્ર 10 થી 12 કાજુ જ ખાઓ. આનાથી વધુ કાજુ ખાવાથી વજન વધશે. જો તમે તળેલા કાજુ ખાશો તો તમારું વજન ઝડપથી વધશે. કાજુ સાદા અથવા મીઠું ઉમેરીને ખાઈ શકાય છે. જો તમે વજન ઘટાડવા માટે ડાયટ પર છો તો તમે નાસ્તા તરીકે કાજુ પણ ખાઈ શકો છો. તેનાથી તમારું પેટ ભરેલું રહેશે. ઘણા લોકો દારૂ સાથે કાજુ ખાય છે. આવું બિલકુલ ન કરો. આલ્કોહોલ સાથે કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ ઝડપથી વધશે. આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ ચોક્કસ માહિતી માટે, આરોગ્ય નિષ્ણાતની યોગ્ય સલાહ લો.