બદલાતા હવામાનને કારણે ગળામાં ખારાશ અને ઉધરસ જેવી સમસ્યા સામાન્ય બની જાય છે.



આવી સ્થિતિમાં ઘણા લોકો તેનાથી રાહત મેળવવા માટે એન્ટિબાયોટિકનો સહારો લે છે



તમને એવી જ 5 જડીબુટ્ટીઓ અને મસાલાઓ વિશે જણાવીશું જેનું સેવન કરીને તમે છાતીમાં જમા થયેલા કફથી છૂટકારો મેળવી શકો છો



બદલાતા હવામાનમાં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકો છો



આયુર્વેદમાં જેઠીમધને અમૃત સમાન માનવામાં આવે છે.



તે શરદી, ઉધરસ અને ગળામાં ખારાશ જેવી સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક છે.



તે કફને ઘટાડવામાં અને ગળાની બળતરાને દૂર કરવામાં મદદ કરે છે.



છાતીમાં જામેલા કફને દૂર કરવામાં પણ હળદર ખૂબ જ અસરકારક છે.



હળદરનું નિયમિત સેવન કરવાથી ગળામાં ખારાશ દૂર થશે અને ઉધરસમાં રાહત મળે છે



તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. હળદરના સેવનથી શરદી અને ઉધરસથી ઝડપથી છૂટકારો મેળવી શકો છો.



તજ ગળામાં ખારાશ, ખાંસી જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.



તજનું પાણી નિયમિતપણે પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો મજબૂત થશે



સુંઠમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણો ગળા અને ફેફસામાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. સુંઠને ગરમ દૂધમાં ભેળવીને પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો