આજકાલ કિડની સંબંધિત રોગો સામાન્ય બની ગયા છે. આવી જ એક બીમારી કિડની કેન્સર છે, જેને ઘણીવાર સાયલન્ટ બીમારી તરીકે ઓળખવામાં આવે છે.

તે મહિનાઓ કે વર્ષો સુધી શરીરમાં કોઈ પણ લક્ષણો દેખાતા વગર વધી શકે છે.

લક્ષણો દેખાય ત્યાં સુધીમાં ઘણી વાર ખૂબ મોડું થઈ ગયું હોય છે અને રોગ એડવાન્સ સ્ટેજ પર પહોંચી શકે છે

જેના કારણે સારવાર મુશ્કેલ બની જાય છે. તેથી ડોકટરો સમય સમય પર શરીરમાં થતા નાના ફેરફારો પર પણ ધ્યાન આપવાની સલાહ આપે છે.

કિડની કેન્સરના સૌથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ સંકેતો છે યુરિનમાં લોહી આવવું જેને તબીબી રીતે હીમેચ્યૂરિયા તરીકે ઓળખવામાં આવે છે.

જોકે પેશાબમાં લોહી હંમેશા કેન્સરનો સંકેત આપતું નથી. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તેને ક્યારેય અવગણવું જોઈએ નહીં.

નિષ્ણાતો કહે છે કે કિડનીની ગાંઠ ઘણીવાર પીડા અથવા અન્ય કોઈપણ લક્ષણો વિના વધે છે.

સૌથી મોટી ગેરસમજ એ છે કે લોકો માને છે કે પેશાબમાં લોહી ફક્ત ત્યારે જ ખતરનાક છે જો તેની સાથે દુખાવો હોય.

વાસ્તવમાં કિડની કેન્સરમાં રક્તસ્ત્રાવ ઘણીવાર પીડા વિના થાય છે જેના કારણે લોકો તેને અવગણી શકે છે.

કિડની કેન્સર જો વહેલાસર શોધી કાઢવામાં આવે તો તેની સંપૂર્ણપણે સારવાર થઈ શકે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો