સ્વસ્થ રહેવા માટે આપણે સવારે ખાલી પેટ ચા અને કોફીને બદલે પૌષ્ટિક વસ્તુઓ ખાવી જોઈએ. દિવસની શરૂઆત તમે ગોળ અને ચણા સાથે કરી શકો છે ગોળમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. ચણામાં પ્રોટીન, ફાઇબર, મેંગેનીઝ, વિટામિન બી6, ફોલેટ અને આયર્નની માત્રા વધુ હોય છે. તમે ગોળ અને ચણાને ઘણી રીતે ખાઈ શકો છો. આને સાથે ખાવાથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત થાય છે. સવારે ખાલી પેટ બંને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જે લોકોને પેટના દુખાવા અને કબજિયાતની સમસ્યા હોય તેમણે પણ ખાલી પેટે ચણા અને ગોળ ખાવા જોઈએ આવી સ્થિતિમાં રોજ ખાલી પેટ ચણા અને ગોળ ખાવાથી હાડકાં મજબૂત બને છે તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો