રોડ અકસ્માતોથી બચવા માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે

આ ઉપરાંત કાયદાકીય રીતે પણ અનિવાર્ય છે

હેલ્મેટ પહેરવાની જાગૃતિ તો લોકોમાં આવી છે સાથે સાથે ડર પણ આવ્યો છે

ઘણા લોકો માને છે કે તેનાથી વાળ ખરે છે.

સતત અને ખૂબ જ ટાઈટ હેલ્મેટ પહેરવાથી 'ટ્રેક્શન એલોપેસીયા' નામની સમસ્યા થઈ શકે છે.

જ્યારે હેલ્મેટ માથા પર ખૂબ જ ટાઈટ હોય છે, ત્યારે તે વાળના મૂળ પર સતત દબાણ અને ખેંચાણ પેદા કરે છે, જેનાથી મૂળ નબળા પડે છે.

હેલ્મેટની અંદર જમા થતો પરસેવો, ગરમી અને માથાનું કુદરતી તેલ સ્કેલ્પને અસર કરે છે, જે વાળ ખરવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકે છે.

જાણકારોના મતે કેટલીક સાવધાની રાખવાથી તેનાથી બચી શકાય છે

હેલ્મેટ પહેરતા પહેલા માથા પર સુતરાઉ રૂમાલ અથવા પરસેવો શોષી લે તેવી પાતળી ટોપી પહેરવી જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે